રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ -: અખબારી યાદી:- રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે ૧૮૨મી બોર્ડ બેઠક યોજાઇ તારીખ:૦૩-૦૭-૨૦૨૬ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૬ના રોજ ૧૮૨મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવામાં આવી. • સત્તામંડળ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૩૯/૧(બેડી) અને સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૪૦/૧આણંદપર (નવાગામ)-સોખડાની નક્કી થયેલ હદમાં સુધારો કરવા મંજૂરી આપી. • ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ (૧) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૪૦/૨ આણંદપર(નવાગામ)-સોખડાબનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપવામાં આવી. • તરઘડી ગામ થી બાઘીગામના રોડની બાકી રહેતી આશરે ૨.૫૦ કી.મી. લંબાઈમાં અંદાજીત રૂ.૬.૮૪ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવેલ. ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તુષાર સુમેરા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સંજયભાઇ પીપળીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીના પ્રતિનિધિ તરીકે શ્રી આઈ.એસ.આહીર, રૂડાના સી.ઈ.એ.શ્રી જી.વી.મિયાણી, કલેક્ટરશ્રીના પ્રતિનિધિ તરીકેશ્રી એ.એસ.ઝાંપડા, મુખ્ય નગર નિયોજકશ્રીના પ્રતિનિધિ તરીકે શ્રી આર.ડી.પરમાર તથા RMCના સીટી એન્જી.શ્રી કે.કે.મહેતા હાજર રહેલ હતા. (રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ)