રાજકોટ મહાનગરપાલિકા ઝવેરચંદ મેઘાણી ભવન, ભાવનગર રોડ, રાજમોતી ઓઈલ મીલ ની સામે ,પ્રથમ માળ રૂમ નં૧૨ ડ્રેનેજ પ્રોજેક્ટ (ઈલે./મીકે.) રાજકોટ – ૩૬૦ ૦૦૧. -: અખબારી યાદી:- “NAMASTE દિન” અંતર્ગત ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ કામદારો માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું અને સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવેલ તારીખ:૧૫-૦૭-૨૦૨૬ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે સંકલન કરી નમસ્તે (national action for mechanized sanitation ecoSystem) યોજનાની રચના કરેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ડ્રેનેજ સફાઈની કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ/સફાઈ કામદારોમાં મશીન હોલ સફાઈ કરતી વખતે અકસ્માત ન થાય તે અંગે જાગૃતતા ફેલાવવી અને અકસ્માત નિવારવા અંગેનું સુચારુ આયોજન અંગેની માહિતી બાબતનું છે. આ NAMASTE યોજના ભાગરૂપે ચાલતાં વિવિધ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા તેમજ શ્રમિકોના સન્માન અને સુરક્ષાનો સંદેશ પ્રસારિત કરવા માટે તારીખ ૧૪ જુલાઈ ૨૦૨૬ના રોજ “NAMASTE દિન”ની ઉજવણી કરવામાં આવેલ હતી. જે અંતર્ગત ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કામદારો અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન પર કામગીરી કરતા કામદારો માટે તા.૧૪/૦૭/૨૦૨૬ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની બેડીનાકા ડ્રેનેજ ઓફીસ ખાતે સેફ્ટીના સાધનોના વપરાશ અને તેના ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવેલ તેમજ ડ્રેનેજ સફાઈની કામગીરી સાથે સંકળાયેલા કામદારો સાથે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેફ્ટીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાથી તથા સફાઈ કામગીરીની યોગ્ય SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) અનુસરવાથી શક્ય અકસ્માતો નીવારી શકાય છે. તે અંગે સમજ આપવામાં આવેલ હતી. તમામ સફાઇ કામદારો માટે એક આરોગ્ય ચકાસણી કેમ્પ પણ યોજવામાં આવેલ જેમાં ૨૫૦થી વધુ કામદારોએ ભાગ લીધેલ હતો. આ તમામ સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કરીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવેલ તથા બધા સફાઈ કામદારોને સફાઈ માટેના મોજા (હેન્ડ ગ્લવ્સ)નું વિતરણ કરવામાં આવેલ છે. આ સમગ્ર વર્કશોપનું આયોજન ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના સીટી એન્જીનીયરશ્રી કે.પી. દેથરીયાના માર્ગદર્શન હેઠળ થયેલ હતું. એડી.સિટી એન્જીનીયર ડ્રેનેજ પ્રોજેકટ શાખા રાજકોટ મહાનગરપાલિકા