રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ – ૩૬૦ ૦૦૧ અખબારી યાદી તા. 3-07-2026 રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 90 પેઢી તથા રેસ્ટોરન્ટ ની તપાસ કરતાં નીચે મુજબ 5 પેઢીને સીલ કરેલ. કુલ 1094 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 26 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.1,24,700/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ. 1) ખોડીયાર ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં-3 મવડી ગામ બાયપાસ, મવડી વન બિલ્ડીંગ ની પાછળ, રાજકોટ મુકામે આવેલ “રજેશન ફૂડ પ્લાનેટ (બેકર્સ એન્ડ કેટરર્સ)” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી/એક્સપાયર્ડ/જીવાત, મંકોડા, ફૂગ વાળો ખોરાક, આઇસ્ક્રીમ, બેકરી રો મટીરીયલ, બ્રાઉની, ચોકલેટ, કપ કેક, મીઠાઈ, બટર, ચીઝ વિગેરે કુલ મળીને અંદાજિત 186 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. આવેલ તેમજ સ્થળ પર થી (1)વેનીલા આઇસ્ક્રીમ(લૂઝ) (2)કેક ક્રીમ પાઈનેપલ નો નમૂનો લેવામાં આવેલ. 2) સાધુ વાસવાણી રોડ, અવધ કોમ્પ્લેક્સ સામે, રાજકોટ મુકામે આવેલ “ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી અખાદ્ય મંચૂરિયન, બાંધેલો વાસી લોટ, ગ્રેવી, લેબલ વગરના બટર પનીર કુલ મળીને અંદાજિત 20 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. આવેલ તેમજ સ્થળ પર થી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. 3) ભિલવાસ ચોક,જનસતા પ્રેસ, સદર રાજકોટ મુકામે આવેલ “નકલંક દુગ્ધાલય” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. 4) મોરબી રોડ,પુલ નીચે, સેટેલાઈટ ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ “પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. 5) 13/5 પોપટપરા, રાજકોટ મુકામે આવેલ “રાધિકા ડેરીફાર્મ “પેઢીમાં સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ તથા ઉત્પાદન થતું જોવા મળેલ. પડતર પડેલ/વાસી માવો, વનસ્પતિ ફેટ, કુલ મળીને અંદાજિત 160 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. અનહાઈજેનિક સ્ટોરેજ તેમજ અયોગ્ય લેબલિંગ ધ્યાને લઈ આશરે 450 kg મીઠો માવો સ્થળ પર કોલ્ડ સ્ટોરેજ સીલ કરી સ્થગિત કરવામાં આવેલ. તેમજ (1)મીઠો માવો લૂઝ અને થી (2)પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: રામ પાર્ક, મોરબી રોડ, સેટેલાઈટ ચોક પાસે, રાજકોટ પર આવેલ (1)શ્રીજી ડેરીફાર્મ માંથી 23 Kg મીકસ વાસી મીઠાઇ નો નાશ નાશ કરી રૂ.3,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી મીઠો માવો, મોળો માવો લૂઝ નો નમૂનો લેવામાં આવેલ. (2)ખોડિયાર ડેરી માંથી 12 Kg એક્સપાયર વાસી ફરસાણ નો નાશ નાશ કરી રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી પનીર લૂઝ નો નમૂનો લેવામાં આવેલ. (3)શ્રી ગેલમાં ડેરીફાર્મ માંથી 4 Kg એક્સપાયર વાસી ફરસાણ નો નાશ નાશ કરી રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી પનીર લૂઝ તથા કેસરપીસતા શ્રીખંડ નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: જંકશન રેલ્વેસ્ટેશન ની સામે હોટલ એમબોય માંથી 31 Kg ડુંગળી, બટેટા, ટમેટા, લીંબુનો નાશ નાશ કરી રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રી ગુરુનાનક હોટલ માંથી 5 Kg ચટણી નો નાશ કરેલ શીવ શક્તિ રેસ્ટોરન્ટ માંથી પ્રિપેર્ડ શાક નો નાશ કરેલ. મમતા રેસ્ટોરન્ટ માંથી બ્રેડના પેકેટ નો નાશ કરી રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. KNG નોનવેજ માંથી લોલિપોપ ચિકન નો નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. નાગોર ચોળાફરી માંથી 9 Kg અખાદ્ય ચટણીનો નાશ કરેલ. રોઝી પાણિપુરી માંથી અખાદ્ય પાણીનો નાશ કરેલ. બાપા સીતારામ પાઉંભાજી માંથી 9 Kg અખાદ્ય ચટણીનો નાશ કરેલ. ક્રિશ ફાસ્ટફૂડ માંથી 6 Kg અખાદ્ય મંચૂરિયન નો નાશ કરેલ. જૈન પાણીપુરી, જય ખોડિયાર રેસ્ટોરન્ટ, શ્રી બાલાજી રેસ્ટોરન્ટ, રાજસ્થાન રગડા પેટીસ & ભેળ, શ્રી બાલાજી રેસ્ટોરન્ટ પાઉંભાજી, સદગુરુ મોમોઝ & નાસ્તા, સીતારામ વડાપાઉં & દાબેલી, સીતારામ ફૂડ ઝોનને લાઇસન્સ બાબતે સૂચના આપેલ. અમ્રુત ડેરી, ગાયત્રી મદ્રાસ કાફે અમ્રુત રેસ્ટોરન્ટ, બાલાજી દાળપકવાન પેઢીની સ્થળ પર ચકાસણી કરેલ. મન્નત નોનવેજ & ચાઇનીઝ ને રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી રામ પરોઠા હાઉસ ને રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પર્વના રેસ્ટોરન્ટ ને રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. માં શક્તિ હોટલ ને રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બજરંગ હોટલ ને રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સોનું નાસ્તા સેન્ટર ને રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. • સ્થળ: આજી વસાહત, આજી ઇન્ડસ્ટ્રીયલ A-2/5 રાજકોટ પર આવેલ કવીન્સ ફૂડ્સ & બેવરેજીસ પેઢીને નોટીસ આપેલ છે. પનીર તેમજ ચીઝ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: મિલપરા શેરી નં. 26 રાજકોટ મુકામે આવેલ જય શ્રી ખોડિયાર દુગ્ધાલય પેઢીને નોટિસ આપેલ છે, તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: રણછોડનગર પેડક રોડ, રાજકોટ પર આવેલ વિશાલ મિલ્ક પેઢી ને નોટિસ આપી રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. • સ્થળ: મવડી ચોકડી, મવડી રોડ પર આવેલ વરુડી ડેરીમાંથી 7 Kg લેબલ વગરના વાસી અખાદ્ય ફરસાણનો નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ કાવ્યા પનીર લો ફેટ નું સેમ્પલ લેવામાં આવેલ. રાધેશ્યામ ડેરી માંથી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: 150 ફૂટ રિંગ રોડ બિગ બજાર પાસે આવેલ સમૃધ્ધ ડેરી માંથી પનીર (લૂઝ) નો નમૂનો લઈ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. • સ્થળ: બજરંગ વાડી, પટેલ જવેલર્સની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ પર આવેલ શ્રી ગાયત્રી ડેરીફાર્મ માંથી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: પ્રેમ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ પર આવેલ ઢોસા-પોડી પોઈન્ટ પેઢી ને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. • સ્થળ: રાણી ટાવર નીચે, કાલાવડ રોડ, રાજકોટ પર આવેલ હોટ & સ્પાઈસી પેઢીમાંથી માંથી 3 Kg વાસી અખાદ્ય બ્રેડ નો નાશ કરી રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ. ડેઝીગ્નેટેડ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા