ા -: અખબાર યાદી :- જુન માસ, ‘’મેલેરિયા વિરોધી માસ” અંતર્ગત ૪૬ શાળાઓમાં મચ્છરના પોરા તથા પોરાભક્ષક માછલીના જીવંત નિદર્શન, પોસ્ટર, બેનરના માઘ્યમથી વર્કશો૫ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ તારીખ:૨૬-૦૬-૨૦૨૬ મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન તથા જુન માસ “મેલેરિયા વિરોધી માસ”ની ઉજવણી અંતર્ગત રાજકોટને મેલેરિયામુક્ત બનાવવા અને નાગરિકોમાં મચ્છર જન્યરોગો અંગે જાગૃતિ લાવવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા (શહેરી મેલેરિયા યોજના) દ્વારા વિવિધ આરોગ્ય શિક્ષણ અને વાહક નિયંત્રણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્યરોગોના નિયંત્રણ માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હોસ્પિટલો, બાંધકામ સાઇટો, હોટેલો અને અન્ય સંવેદનશીલ સ્થળોની તપાસ બાદ વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં પણ વિશેષ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો યોજવામાં આવેલ. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગો અંગે યોગ્ય સમજણ મળેતથા તેઓ પોતાના ઘરમાં અને ઘરની આસપાસ મચ્છરની ઉત્પતિ ન થાય તે માટે સાવચેતી રાખે તેમજ પોતાના પરિવાર અને સમાજને પણ જાગૃત કરી શકે તે હેતુથી વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દરમિયાન પાવર પ્રેઝેન્ટેશનઘ્વારામેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મચ્છરનાપોરા (લાર્વા), પુખ્ત મચ્છર તથા પોરાભક્ષકમાછલીનાજીવંત નિદર્શન (Live Demonstration)દ્વારા વિદ્યાર્થીઓને મચ્છરની ઉત્પતિ, જીવનચક્ર, રોગનો ફેલાવો અને નિયંત્રણ અંગે સરળ અને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બેનર, પોસ્ટર અને માહિતી પત્રિકાઓનામાધ્યમથી પણ આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૪૬શાળાઓમાં આરોગ્ય શિક્ષણ વર્કશોપ યોજવામાં આવ્યા હતા, જેમાં ૨૯૫૪ વિદ્યાર્થીઓ તથા ૧૯૬ શિક્ષકોને મચ્છરજન્યરોગોના નિવારણ અને નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. · શાળા નંબર 43 – ભગવતી પરા · નક્ષત્ર સ્કૂલ – રણછોડ નગર · ડો હોમી જહાંગીર ભાભા શાળા નં 78 – રાજારામમેઇન રોડ · માં ખોડીયારપ્રા. ૭૬ – ખોડીયારનગર · તેજસ્વી વિદ્યાલય – ન્યૂ80 ફૂટરોડ · ઓમકારસ્કુલ – રોલેક્ષ રોડ · પ્રા. શાળા નં. ૭૭ – મોરબી રોડ પાસે · બી કે સ્કૂલ – રણછોડ નગર 16/4 · શાળા નંબર 14 – પાંજરાપોળ · શ્રી સરસ્વતી શિશુ મંદિર –થોરાળા · પારસ સ્કુલ – સુખરામનગર શેરીન.૭ · કૈલાશ વિદ્યાલય – ન્યૂ80 ફૂટરોડ · ચાણકયસ્કુલ – સુખરામનગરમૈનરોડ · ડો. જીવરાજ મહેતા પ્રા. શાળાનં. ૮૯ – રૈયાગામ · ઘ સાયન્સ ઓફ સ્કુલ – સુર્યોદયસોસા. – ૧ · ગણેશ વિદ્યાલય – શીવ૫રા – ર · ૫રિવર્તનસ્કુલ – જીવનનગર મે.રોડ · સાંદિ૫નીસ્કુલ – ઉદયનગર · ગીતા સ્કૂલ – શ્રીનાથજીસોસાયટી · જીવનશાંતી શૈક્ષણિક સંકુલ –અમૃતપાર્ક મે. રોડ · માતૃ મંદિર વિદ્યાલય – જયમાલ૫રમાર માર્ગ · રવિન્દ્રનાથપ્રા. શાળા – ન્યુબાલમુકુંદ – ૧ સામે, સાઘુવાસવાણી રોડ · સિસ્ટર નિવેદીતા – બાલમુકુન્દપ્લોટ · શ્રી જ્ઞાન સૌરભ સ્કુલ – ૪૦ફુટ રોડ, ઓમનગર મે. રોડ · સહજાનંદ સ્કુલ – શ્રી નાથજી -૧૪ · સેન્ટ્ર ગાર્ગી સ્કુલ – સરસ્વતી સોસા. · આદિત્ય સ્કુલ – ચુડાસમા પ્લોટમે. રોડ · આગાખાનસ્કુલ – જંકશન પ્લોટ · ગાંઘીજ્ઞાનસ્કુલ – વાલ્મીકીવાડી · માઘા૫રપ્રા. શાળા – માધાપરગામ · મનહરપુરપ્રા. શાળા –શાસ્ત્રીનગર · રાણી લક્ષ્મીબાઇસ્કુલ – ટાગોરરોડ · સુભમઇંગ્લીસમીડીયમસ્કુલ –ભકિતનગર · પાર્થ સ્કુલ – વાલ્કેશ્વર · કલ્યાણ હાઈ સ્કૂલ – રૈયારોડ · પી.એન.બી. સ્કુલ – રેલનગર · પ્રગતિ સ્કુલ – રેલનગર · ગુરૂભકિતસ્કુલ – મનહરપુર · સહજાનંદ સ્કુલ – માધાપર · એલ.બી.એસ.કે. સ્કુલ – લીમડા ચોક · રોયલસ્કુલ – મહાદેવવાડી · આર્યા સ્કુલ – અલ્કાસોસા. · સરસ્વતી સ્કુલ – ભકિતનગર · વિશ્વામીત્રીસ્કુલ – રઘુવીર૫રા – ૧ · રાઘેકૃષ્ણસ્કુલ – બાબરીયા – ૩ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પોતાના ઘર, શાળા, કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, દર અઠવાડિયે પાણીના પાત્રો ખાલી કરી સાફ કરવા તથા મચ્છરની ઉત્પતિ અટકાવવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. જનસહયોગ દ્વારા જ “મેલેરિયામુક્તરાજકોટ”અને“મેલેરિયામુક્તગુજરાત”નુંસ્વપ્નસાકારથઈશકેછે. “જાગૃત વિદ્યાર્થી – મચ્છરજન્ય રોગો સામેનો સૌથી મજબૂત સિપાહી.” – રાજકોટ મહાનગરપાલિકા, શહેરી મેલેરિયા યોજના (આરોગ્ય અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા