સુરત નાસીરનગર ડિમોલિશનનો મામલો હાઈકોર્ટે કમિશનર સામે વ્યક્ત કરી નારાજગી ‘કમિશનરની કામગીરીથી બિલકુલ અસંતુષ્ટ છીએ’ 10 દિવસ સુધી કમિશનર દ્વારા કઈ કરાયું નહી’ ‘આ કેસમાં સુઓમોટો લેવાની જરૂર હતી’ ‘પોલીસની છત્રછાયામાં ક્રિમિનલ એક્ટિવિટી કરાઈ’ ‘પોલીસ સમગ્ર પ્રક્રિયાને મુક પ્રેક્ષક બની જોઈ રહી હતી’ હાઇકોર્ટમાં વધુ સુનાવણી 2 જુલાઈ એ હાથ ધરાશે June 29, 2026 No Comments
રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- નેશનલ ઈમ્યુનાઈઝેશન દિવસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૦ થી ૫ વર્ષના અંદાજે ૧,૯૬,૨૦૦ બાળકોને પોલીયો રસી પીવડાવવાના મહાઅભિયાનનો સફળ પ્રારંભ તારીખ:૨૯-૦૬-૨૦૨૬ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ નેશનલ ઈમ્યુનાઈઝેશન દિવસ (National Immunization Day) અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર શહેરમાં ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયો વાયરસથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ સાથે પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા અંદાજે ૧,૯૬,૨૦૦ જેટલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ અન્ય જાહેર સ્થળોએ પોલીયો બૂથ કાર્યરત રાખવામાં આવ્યા હતા, જેથી કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ ખાતે સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ અને અન્ય મહાનુભાવોના હસ્તે શહેરના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે કરવામાં આવેલ. વોર્ડ નં. ૭ના વિજયપ્લોટ આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી નેહલભાઈ શુક્લ તેમજ વોર્ડ નં.૭ના તમામ કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પોલીયોની રસી પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વોર્ડ નં. ૯ના મુંજકા આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણીના હસ્તે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. વોર્ડ નં. ૬ના કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા તેમજ વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓએ ઉપસ્થિત રહી પોલીયો અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. વોર્ડ નં. ૧૮ના કોઠારિયા આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય દંડકશ્રી સંજયસિંહ રાણા તેમજ વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓએ ઉપસ્થિત રહી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વોર્ડ નં. ૧ના શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય નાયબ કમિશનરશ્રી ચેતન નંદાણી તેમજ વોર્ડના અન્ય કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે પોલીયો જેવી ગંભીર બીમારીને દેશમાંથી સંપૂર્ણપણે દૂર રાખવા માટે દરેક બાળકને સમયસર પોલીયોની રસી પીવડાવવી અત્યંત આવશ્યક છે. માતા-પિતાએ પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને નજીકના પોલીયો બૂથ પર લઈ જઈને પોલીયોની બે ટીપાં અવશ્ય પીવડાવવા જોઈએ, ભલે બાળકને અગાઉ નિયમિત રસીકરણ અંતર્ગત પોલીયોની રસી આપવામાં આવી હોય તેવી અપીલ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી બહેનો તેમજ સ્વયંસેવકોએ ઉત્સાહભેર કામગીરી બજાવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વાલીઓને આહ્વાન કરવામાં આવે છે કે તેઓ પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની બે ટીપાં અવશ્ય પીવડાવી પોલીયો મુક્ત અને સ્વસ્થ રાજકોટના નિર્માણમાં સહભાગી બને. આરોગ્યપ્રદ અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે દરેક નાગરિકની સહભાગિતા અનિવાર્ય છે અને પોલીયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા સૌએ આ અભિયાનમાં સક્રિય સહયોગ આપવો જોઈએ. (જન સપર્ક અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા June 29, 2026 No Comments
તા.૨૯/૦૬/૨૦૨૬ -: અખબાર યાદી :- રોગચાળા અટકાયતી માટે (તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬) દરમ્યાસન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી મચ્છરજન્ય રોગચાળા અટકાયતી કામગીરી ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થ ળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૫૦૮૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૭૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૬૨ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૧૭ અને કોર્મશીયલ ૪૩૯ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે. મચ્છરજન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા (તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬) તા.૦૧/૦૧/૨૦૨૬ થી વર્ષમાં કૂલ નોંઘાયેલ મેલેરિયા ૧ ૭ ડેન્ગ્યુ ૦ ૧૮ ચિકુનગુનિયા ૦ ૧ અન્ય રોગચાળાની કેસની વિગત (તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬) વિગત કેસની સંખ્યા તા.૦૧/૦૧/૨૦૨૬ થી વર્ષમાં કુલ નોંઘાયેલ શરદી – ઉધરસના કેસ ૫૭૧ ૧૯૧૬૨ સામાન્ય તાવના કેસ ૫૬૪ ૧૭૮૪૫ ઝાડા – ઉલટીના કેસ ૨૦૩ ૬૬૭૮ ટાઈફોઈડ તાવના કેસ ૦ ૨૦ કમળો તાવના કેસ ૧ ૩૩ મરડાના કેસ ૦ ૦ કોલેરા ૦ ૦ પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ ૧૩૯૭ કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે. યાદ રાખો… આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, રોગ મુકત રાજકોટ આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકા June 29, 2026 No Comments
ા -: અખબાર યાદી :- જુન માસ, ‘’મેલેરિયા વિરોધી માસ” અંતર્ગત ૪૬ શાળાઓમાં મચ્છરના પોરા તથા પોરાભક્ષક માછલીના જીવંત નિદર્શન, પોસ્ટર, બેનરના માઘ્યમથી વર્કશો૫ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ તારીખ:૨૬-૦૬-૨૦૨૬ મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન તથા જુન માસ “મેલેરિયા વિરોધી માસ”ની ઉજવણી અંતર્ગત રાજકોટને મેલેરિયામુક્ત બનાવવા અને નાગરિકોમાં મચ્છર જન્યરોગો અંગે જાગૃતિ લાવવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા (શહેરી મેલેરિયા યોજના) દ્વારા વિવિધ આરોગ્ય શિક્ષણ અને વાહક નિયંત્રણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્યરોગોના નિયંત્રણ માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હોસ્પિટલો, બાંધકામ સાઇટો, હોટેલો અને અન્ય સંવેદનશીલ સ્થળોની તપાસ બાદ વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં પણ વિશેષ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો યોજવામાં આવેલ. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગો અંગે યોગ્ય સમજણ મળેતથા તેઓ પોતાના ઘરમાં અને ઘરની આસપાસ મચ્છરની ઉત્પતિ ન થાય તે માટે સાવચેતી રાખે તેમજ પોતાના પરિવાર અને સમાજને પણ જાગૃત કરી શકે તે હેતુથી વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દરમિયાન પાવર પ્રેઝેન્ટેશનઘ્વારામેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મચ્છરનાપોરા (લાર્વા), પુખ્ત મચ્છર તથા પોરાભક્ષકમાછલીનાજીવંત નિદર્શન (Live Demonstration)દ્વારા વિદ્યાર્થીઓને મચ્છરની ઉત્પતિ, જીવનચક્ર, રોગનો ફેલાવો અને નિયંત્રણ અંગે સરળ અને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બેનર, પોસ્ટર અને માહિતી પત્રિકાઓનામાધ્યમથી પણ આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૪૬શાળાઓમાં આરોગ્ય શિક્ષણ વર્કશોપ યોજવામાં આવ્યા હતા, જેમાં ૨૯૫૪ વિદ્યાર્થીઓ તથા ૧૯૬ શિક્ષકોને મચ્છરજન્યરોગોના નિવારણ અને નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. · શાળા નંબર 43 – ભગવતી પરા · નક્ષત્ર સ્કૂલ – રણછોડ નગર · ડો હોમી જહાંગીર ભાભા શાળા નં 78 – રાજારામમેઇન રોડ · માં ખોડીયારપ્રા. ૭૬ – ખોડીયારનગર · તેજસ્વી વિદ્યાલય – ન્યૂ80 ફૂટરોડ · ઓમકારસ્કુલ – રોલેક્ષ રોડ · પ્રા. શાળા નં. ૭૭ – મોરબી રોડ પાસે · બી કે સ્કૂલ – રણછોડ નગર 16/4 · શાળા નંબર 14 – પાંજરાપોળ · શ્રી સરસ્વતી શિશુ મંદિર –થોરાળા · પારસ સ્કુલ – સુખરામનગર શેરીન.૭ · કૈલાશ વિદ્યાલય – ન્યૂ80 ફૂટરોડ · ચાણકયસ્કુલ – સુખરામનગરમૈનરોડ · ડો. જીવરાજ મહેતા પ્રા. શાળાનં. ૮૯ – રૈયાગામ · ઘ સાયન્સ ઓફ સ્કુલ – સુર્યોદયસોસા. – ૧ · ગણેશ વિદ્યાલય – શીવ૫રા – ર · ૫રિવર્તનસ્કુલ – જીવનનગર મે.રોડ · સાંદિ૫નીસ્કુલ – ઉદયનગર · ગીતા સ્કૂલ – શ્રીનાથજીસોસાયટી · જીવનશાંતી શૈક્ષણિક સંકુલ –અમૃતપાર્ક મે. રોડ · માતૃ મંદિર વિદ્યાલય – જયમાલ૫રમાર માર્ગ · રવિન્દ્રનાથપ્રા. શાળા – ન્યુબાલમુકુંદ – ૧ સામે, સાઘુવાસવાણી રોડ · સિસ્ટર નિવેદીતા – બાલમુકુન્દપ્લોટ · શ્રી જ્ઞાન સૌરભ સ્કુલ – ૪૦ફુટ રોડ, ઓમનગર મે. રોડ · સહજાનંદ સ્કુલ – શ્રી નાથજી -૧૪ · સેન્ટ્ર ગાર્ગી સ્કુલ – સરસ્વતી સોસા. · આદિત્ય સ્કુલ – ચુડાસમા પ્લોટમે. રોડ · આગાખાનસ્કુલ – જંકશન પ્લોટ · ગાંઘીજ્ઞાનસ્કુલ – વાલ્મીકીવાડી · માઘા૫રપ્રા. શાળા – માધાપરગામ · મનહરપુરપ્રા. શાળા –શાસ્ત્રીનગર · રાણી લક્ષ્મીબાઇસ્કુલ – ટાગોરરોડ · સુભમઇંગ્લીસમીડીયમસ્કુલ –ભકિતનગર · પાર્થ સ્કુલ – વાલ્કેશ્વર · કલ્યાણ હાઈ સ્કૂલ – રૈયારોડ · પી.એન.બી. સ્કુલ – રેલનગર · પ્રગતિ સ્કુલ – રેલનગર · ગુરૂભકિતસ્કુલ – મનહરપુર · સહજાનંદ સ્કુલ – માધાપર · એલ.બી.એસ.કે. સ્કુલ – લીમડા ચોક · રોયલસ્કુલ – મહાદેવવાડી · આર્યા સ્કુલ – અલ્કાસોસા. · સરસ્વતી સ્કુલ – ભકિતનગર · વિશ્વામીત્રીસ્કુલ – રઘુવીર૫રા – ૧ · રાઘેકૃષ્ણસ્કુલ – બાબરીયા – ૩ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પોતાના ઘર, શાળા, કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, દર અઠવાડિયે પાણીના પાત્રો ખાલી કરી સાફ કરવા તથા મચ્છરની ઉત્પતિ અટકાવવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. જનસહયોગ દ્વારા જ “મેલેરિયામુક્તરાજકોટ”અને“મેલેરિયામુક્તગુજરાત”નુંસ્વપ્નસાકારથઈશકેછે. “જાગૃત વિદ્યાર્થી – મચ્છરજન્ય રોગો સામેનો સૌથી મજબૂત સિપાહી.” – રાજકોટ મહાનગરપાલિકા, શહેરી મેલેરિયા યોજના (આરોગ્ય અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા June 29, 2026 No Comments
રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે તા.૨૭/૦૬/૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતેથી ગુજરાતના ૧૪ મુખ્ય શહેરોમાં ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં ભવ્ય શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સહકારી મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક પહેલ રાજ્ય સરકારના આ અભિગમને આવકાતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તા.૨૯/૦૬/૨૦૨૬ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “સહકાર સે સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરતી સહકારી ધોરણે દેશની પ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં સત્તાવાર પ્રારંભ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલના આધારે શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ વિશ્વની સૌથી મોટી અને ચાલકોની માલિકી ધરાવતી સહકારી મોબિલિટી સંસ્થા તરીકે વિકસી રહી છે. આ પહેલ દ્વારા ટૂ-વ્હીલર, ઓટો રિક્ષા તથા ફોર-વ્હીલર ચલાવતા લાખો વાહનચાલકોને ખાનગી એપ આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે તેમજ તેઓ માત્ર ડ્રાઇવર નહીં પરંતુ ‘સારથિ’ અને ‘માલિક’ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરશે. વર્ષો સુધી ટેક્સી ચાલકો માત્ર સેવા આપતા રહ્યા હતા, પરંતુ કંપનીઓના નફામાં તેમનો કોઈ હિસ્સો ન હતો. આ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાના હેતુથી શરૂ થયેલી ભારત ટેક્સી હવે આત્મનિર્ભરતા, આત્મસન્માન અને સહકારનું નવું પ્રતીક બની છે. ફેબ્રુઆરી–૨૦૨૬માં શરૂ થયેલી ભારત ટેક્સી સાથે અત્યાર સુધીમાં દેશભરમાં અંદાજે ૭ લાખ સારથિઓ અને ૩૭ લાખથી વધુ ગ્રાહકો જોડાયા છે. ગુજરાતમાં જ ૧.૫ લાખથી વધુ સારથિઓ અને ૬ લાખથી વધુ ગ્રાહકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, અદાણી એરપોર્ટ, અમદાવાદ પશ્ચિમ રેલવે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સુરત, રાજકોટ અને વડોદરા), અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર–BRTS તથા ગુજરાત ટ્રાફિક પોલીસ સાથે વિવિધ સમજૂતી કરારો (MoU) પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ‘ભારત ટેક્સી’ને માત્ર પરિવહન સેવા નહીં પરંતુ સહકાર આધારિત જનઆંદોલન તરીકે આગળ વધારવા સૌને જોડાવાનું આહ્વાન કર્યું હતું. તા. ૨૭-૦૬-૨૦૨૬થી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગર સહિત ગુજરાતના ૧૪ મુખ્ય શહેરોમાં ભારત ટેક્સીની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી એક માસમાં સમગ્ર ગુજરાતમાં આ સેવા વિસ્તરશે. રાજ્ય સરકારશ્રીના આ જનહિતલક્ષી અભિગમને આવકારતાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. નેહલ શુકલ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણીયા તથા શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણાએ રાજકોટમાં શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ સેવાનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તેવી અપીલ કરી હતી. (જન સંપર્ક અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા June 29, 2026 No Comments