રાજકોટ

તા.૨૯/૦૬/૨૦૨૬ -: અખબાર યાદી :- રોગચાળા અટકાયતી માટે (તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬) દરમ્યાસન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી મચ્છરજન્ય રોગચાળા અટકાયતી કામગીરી ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થ ળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૫૦૮૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૭૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૬૨ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૧૭ અને કોર્મશીયલ ૪૩૯ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે. મચ્છરજન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા (તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬) તા.૦૧/૦૧/૨૦૨૬ થી વર્ષમાં કૂલ નોંઘાયેલ મેલેરિયા ૧ ૭ ડેન્ગ્યુ ૦ ૧૮ ચિકુનગુનિયા ૦ ૧ અન્ય રોગચાળાની કેસની વિગત (તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬) વિગત કેસની સંખ્યા તા.૦૧/૦૧/૨૦૨૬ થી વર્ષમાં કુલ નોંઘાયેલ શરદી – ઉધરસના કેસ ૫૭૧ ૧૯૧૬૨ સામાન્ય તાવના કેસ ૫૬૪ ૧૭૮૪૫ ઝાડા – ઉલટીના કેસ ૨૦૩ ૬૬૭૮ ટાઈફોઈડ તાવના કેસ ૦ ૨૦ કમળો તાવના કેસ ૧ ૩૩ મરડાના કેસ ૦ ૦ કોલેરા ૦ ૦ પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ ૧૩૯૭ કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે. યાદ રાખો… આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, રોગ મુકત રાજકોટ આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકા

ા -: અખબાર યાદી :- જુન માસ, ‘’મેલેરિયા વિરોધી માસ” અંતર્ગત ૪૬ શાળાઓમાં મચ્છરના પોરા તથા પોરાભક્ષક માછલીના જીવંત નિદર્શન, પોસ્ટર, બેનરના માઘ્યમથી વર્કશો૫ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ તારીખ:૨૬-૦૬-૨૦૨૬ મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન તથા જુન માસ “મેલેરિયા વિરોધી માસ”ની ઉજવણી અંતર્ગત રાજકોટને મેલેરિયામુક્ત બનાવવા અને નાગરિકોમાં મચ્છર જન્યરોગો અંગે જાગૃતિ લાવવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા (શહેરી મેલેરિયા યોજના) દ્વારા વિવિધ આરોગ્ય શિક્ષણ અને વાહક નિયંત્રણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્યરોગોના નિયંત્રણ માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હોસ્પિટલો, બાંધકામ સાઇટો, હોટેલો અને અન્ય સંવેદનશીલ સ્થળોની તપાસ બાદ વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં પણ વિશેષ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો યોજવામાં આવેલ. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગો અંગે યોગ્ય સમજણ મળેતથા તેઓ પોતાના ઘરમાં અને ઘરની આસપાસ મચ્છરની ઉત્પતિ ન થાય તે માટે સાવચેતી રાખે તેમજ પોતાના પરિવાર અને સમાજને પણ જાગૃત કરી શકે તે હેતુથી વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દરમિયાન પાવર પ્રેઝેન્ટેશનઘ્વારામેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મચ્છરનાપોરા (લાર્વા), પુખ્ત મચ્છર તથા પોરાભક્ષકમાછલીનાજીવંત નિદર્શન (Live Demonstration)દ્વારા વિદ્યાર્થીઓને મચ્છરની ઉત્પતિ, જીવનચક્ર, રોગનો ફેલાવો અને નિયંત્રણ અંગે સરળ અને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બેનર, પોસ્ટર અને માહિતી પત્રિકાઓનામાધ્યમથી પણ આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૪૬શાળાઓમાં આરોગ્ય શિક્ષણ વર્કશોપ યોજવામાં આવ્યા હતા, જેમાં ૨૯૫૪ વિદ્યાર્થીઓ તથા ૧૯૬ શિક્ષકોને મચ્છરજન્યરોગોના નિવારણ અને નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. · શાળા નંબર 43 – ભગવતી પરા · નક્ષત્ર સ્કૂલ – રણછોડ નગર · ડો હોમી જહાંગીર ભાભા શાળા નં 78 – રાજારામમેઇન રોડ · માં ખોડીયારપ્રા. ૭૬ – ખોડીયારનગર · તેજસ્વી વિદ્યાલય – ન્યૂ80 ફૂટરોડ · ઓમકારસ્કુલ – રોલેક્ષ રોડ · પ્રા. શાળા નં. ૭૭ – મોરબી રોડ પાસે · બી કે સ્કૂલ – રણછોડ નગર 16/4 · શાળા નંબર 14 – પાંજરાપોળ · શ્રી સરસ્વતી શિશુ મંદિર –થોરાળા · પારસ સ્કુલ – સુખરામનગર શેરીન.૭ · કૈલાશ વિદ્યાલય – ન્યૂ80 ફૂટરોડ · ચાણકયસ્કુલ – સુખરામનગરમૈનરોડ · ડો. જીવરાજ મહેતા પ્રા. શાળાનં. ૮૯ – રૈયાગામ · ઘ સાયન્સ ઓફ સ્કુલ – સુર્યોદયસોસા. – ૧ · ગણેશ વિદ્યાલય – શીવ૫રા – ર · ૫રિવર્તનસ્કુલ – જીવનનગર મે.રોડ · સાંદિ૫નીસ્કુલ – ઉદયનગર · ગીતા સ્કૂલ – શ્રીનાથજીસોસાયટી · જીવનશાંતી શૈક્ષણિક સંકુલ –અમૃતપાર્ક મે. રોડ · માતૃ મંદિર વિદ્યાલય – જયમાલ૫રમાર માર્ગ · રવિન્દ્રનાથપ્રા. શાળા – ન્યુબાલમુકુંદ – ૧ સામે, સાઘુવાસવાણી રોડ · સિસ્ટર નિવેદીતા – બાલમુકુન્દપ્લોટ · શ્રી જ્ઞાન સૌરભ સ્કુલ – ૪૦ફુટ રોડ, ઓમનગર મે. રોડ · સહજાનંદ સ્કુલ – શ્રી નાથજી -૧૪ · સેન્ટ્ર ગાર્ગી સ્કુલ – સરસ્વતી સોસા. · આદિત્ય સ્કુલ – ચુડાસમા પ્લોટમે. રોડ · આગાખાનસ્કુલ – જંકશન પ્લોટ · ગાંઘીજ્ઞાનસ્કુલ – વાલ્મીકીવાડી · માઘા૫રપ્રા. શાળા – માધાપરગામ · મનહરપુરપ્રા. શાળા –શાસ્ત્રીનગર · રાણી લક્ષ્મીબાઇસ્કુલ – ટાગોરરોડ · સુભમઇંગ્લીસમીડીયમસ્કુલ –ભકિતનગર · પાર્થ સ્કુલ – વાલ્કેશ્વર · કલ્યાણ હાઈ સ્કૂલ – રૈયારોડ · પી.એન.બી. સ્કુલ – રેલનગર · પ્રગતિ સ્કુલ – રેલનગર · ગુરૂભકિતસ્કુલ – મનહરપુર · સહજાનંદ સ્કુલ – માધાપર · એલ.બી.એસ.કે. સ્કુલ – લીમડા ચોક · રોયલસ્કુલ – મહાદેવવાડી · આર્યા સ્કુલ – અલ્કાસોસા. · સરસ્વતી સ્કુલ – ભકિતનગર · વિશ્વામીત્રીસ્કુલ – રઘુવીર૫રા – ૧ · રાઘેકૃષ્ણસ્કુલ – બાબરીયા – ૩ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પોતાના ઘર, શાળા, કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, દર અઠવાડિયે પાણીના પાત્રો ખાલી કરી સાફ કરવા તથા મચ્છરની ઉત્પતિ અટકાવવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. જનસહયોગ દ્વારા જ “મેલેરિયામુક્તરાજકોટ”અને“મેલેરિયામુક્તગુજરાત”નુંસ્વપ્નસાકારથઈશકેછે. “જાગૃત વિદ્યાર્થી – મચ્છરજન્ય રોગો સામેનો સૌથી મજબૂત સિપાહી.” – રાજકોટ મહાનગરપાલિકા, શહેરી મેલેરિયા યોજના (આરોગ્ય અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે તા.૨૭/૦૬/૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતેથી ગુજરાતના ૧૪ મુખ્ય શહેરોમાં ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં ભવ્ય શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સહકારી મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક પહેલ રાજ્ય સરકારના આ અભિગમને આવકાતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તા.૨૯/૦૬/૨૦૨૬ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “સહકાર સે સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરતી સહકારી ધોરણે દેશની પ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં સત્તાવાર પ્રારંભ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલના આધારે શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ વિશ્વની સૌથી મોટી અને ચાલકોની માલિકી ધરાવતી સહકારી મોબિલિટી સંસ્થા તરીકે વિકસી રહી છે. આ પહેલ દ્વારા ટૂ-વ્હીલર, ઓટો રિક્ષા તથા ફોર-વ્હીલર ચલાવતા લાખો વાહનચાલકોને ખાનગી એપ આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે તેમજ તેઓ માત્ર ડ્રાઇવર નહીં પરંતુ ‘સારથિ’ અને ‘માલિક’ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરશે. વર્ષો સુધી ટેક્સી ચાલકો માત્ર સેવા આપતા રહ્યા હતા, પરંતુ કંપનીઓના નફામાં તેમનો કોઈ હિસ્સો ન હતો. આ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાના હેતુથી શરૂ થયેલી ભારત ટેક્સી હવે આત્મનિર્ભરતા, આત્મસન્માન અને સહકારનું નવું પ્રતીક બની છે. ફેબ્રુઆરી–૨૦૨૬માં શરૂ થયેલી ભારત ટેક્સી સાથે અત્યાર સુધીમાં દેશભરમાં અંદાજે ૭ લાખ સારથિઓ અને ૩૭ લાખથી વધુ ગ્રાહકો જોડાયા છે. ગુજરાતમાં જ ૧.૫ લાખથી વધુ સારથિઓ અને ૬ લાખથી વધુ ગ્રાહકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, અદાણી એરપોર્ટ, અમદાવાદ પશ્ચિમ રેલવે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સુરત, રાજકોટ અને વડોદરા), અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર–BRTS તથા ગુજરાત ટ્રાફિક પોલીસ સાથે વિવિધ સમજૂતી કરારો (MoU) પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ‘ભારત ટેક્સી’ને માત્ર પરિવહન સેવા નહીં પરંતુ સહકાર આધારિત જનઆંદોલન તરીકે આગળ વધારવા સૌને જોડાવાનું આહ્વાન કર્યું હતું. તા. ૨૭-૦૬-૨૦૨૬થી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગર સહિત ગુજરાતના ૧૪ મુખ્ય શહેરોમાં ભારત ટેક્સીની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી એક માસમાં સમગ્ર ગુજરાતમાં આ સેવા વિસ્તરશે. રાજ્ય સરકારશ્રીના આ જનહિતલક્ષી અભિગમને આવકારતાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. નેહલ શુકલ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણીયા તથા શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણાએ રાજકોટમાં શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ સેવાનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તેવી અપીલ કરી હતી. (જન સંપર્ક અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા

-: અખબાર યાદી :- જુન માસ, ‘’મેલેરિયા વિરોધી માસ” અંતર્ગત ૪૬ શાળાઓમાં મચ્છરના પોરા તથા પોરાભક્ષક માછલીના જીવંત નિદર્શન, પોસ્ટર, બેનરના માઘ્યમથી વર્કશો૫ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ તારીખ:૨૬-૦૬-૨૦૨૬ મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન તથા જુન માસ “મેલેરિયા વિરોધી માસ”ની ઉજવણી અંતર્ગત રાજકોટને મેલેરિયામુક્ત બનાવવા અને નાગરિકોમાં મચ્છર જન્યરોગો અંગે જાગૃતિ લાવવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા (શહેરી મેલેરિયા યોજના) દ્વારા વિવિધ આરોગ્ય શિક્ષણ અને વાહક નિયંત્રણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્યરોગોના નિયંત્રણ માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હોસ્પિટલો, બાંધકામ સાઇટો, હોટેલો અને અન્ય સંવેદનશીલ સ્થળોની તપાસ બાદ વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં પણ વિશેષ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો યોજવામાં આવેલ. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગો અંગે યોગ્ય સમજણ મળેતથા તેઓ પોતાના ઘરમાં અને ઘરની આસપાસ મચ્છરની ઉત્પતિ ન થાય તે માટે સાવચેતી રાખે તેમજ પોતાના પરિવાર અને સમાજને પણ જાગૃત કરી શકે તે હેતુથી વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દરમિયાન પાવર પ્રેઝેન્ટેશનઘ્વારામેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મચ્છરનાપોરા (લાર્વા), પુખ્ત મચ્છર તથા પોરાભક્ષકમાછલીનાજીવંત નિદર્શન (Live Demonstration)દ્વારા વિદ્યાર્થીઓને મચ્છરની ઉત્પતિ, જીવનચક્ર, રોગનો ફેલાવો અને નિયંત્રણ અંગે સરળ અને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બેનર, પોસ્ટર અને માહિતી પત્રિકાઓનામાધ્યમથી પણ આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૪૬શાળાઓમાં આરોગ્ય શિક્ષણ વર્કશોપ યોજવામાં આવ્યા હતા, જેમાં ૨૯૫૪ વિદ્યાર્થીઓ તથા ૧૯૬ શિક્ષકોને મચ્છરજન્યરોગોના નિવારણ અને નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. · શાળા નંબર 43 – ભગવતી પરા · નક્ષત્ર સ્કૂલ – રણછોડ નગર · ડો હોમી જહાંગીર ભાભા શાળા નં 78 – રાજારામમેઇન રોડ · માં ખોડીયારપ્રા. ૭૬ – ખોડીયારનગર · તેજસ્વી વિદ્યાલય – ન્યૂ80 ફૂટરોડ · ઓમકારસ્કુલ – રોલેક્ષ રોડ · પ્રા. શાળા નં. ૭૭ – મોરબી રોડ પાસે · બી કે સ્કૂલ – રણછોડ નગર 16/4 · શાળા નંબર 14 – પાંજરાપોળ · શ્રી સરસ્વતી શિશુ મંદિર –થોરાળા · પારસ સ્કુલ – સુખરામનગર શેરીન.૭ · કૈલાશ વિદ્યાલય – ન્યૂ80 ફૂટરોડ · ચાણકયસ્કુલ – સુખરામનગરમૈનરોડ · ડો. જીવરાજ મહેતા પ્રા. શાળાનં. ૮૯ – રૈયાગામ · ઘ સાયન્સ ઓફ સ્કુલ – સુર્યોદયસોસા. – ૧ · ગણેશ વિદ્યાલય – શીવ૫રા – ર · ૫રિવર્તનસ્કુલ – જીવનનગર મે.રોડ · સાંદિ૫નીસ્કુલ – ઉદયનગર · ગીતા સ્કૂલ – શ્રીનાથજીસોસાયટી · જીવનશાંતી શૈક્ષણિક સંકુલ –અમૃતપાર્ક મે. રોડ · માતૃ મંદિર વિદ્યાલય – જયમાલ૫રમાર માર્ગ · રવિન્દ્રનાથપ્રા. શાળા – ન્યુબાલમુકુંદ – ૧ સામે, સાઘુવાસવાણી રોડ · સિસ્ટર નિવેદીતા – બાલમુકુન્દપ્લોટ · શ્રી જ્ઞાન સૌરભ સ્કુલ – ૪૦ફુટ રોડ, ઓમનગર મે. રોડ · સહજાનંદ સ્કુલ – શ્રી નાથજી -૧૪ · સેન્ટ્ર ગાર્ગી સ્કુલ – સરસ્વતી સોસા. · આદિત્ય સ્કુલ – ચુડાસમા પ્લોટમે. રોડ · આગાખાનસ્કુલ – જંકશન પ્લોટ · ગાંઘીજ્ઞાનસ્કુલ – વાલ્મીકીવાડી · માઘા૫રપ્રા. શાળા – માધાપરગામ · મનહરપુરપ્રા. શાળા –શાસ્ત્રીનગર · રાણી લક્ષ્મીબાઇસ્કુલ – ટાગોરરોડ · સુભમઇંગ્લીસમીડીયમસ્કુલ –ભકિતનગર · પાર્થ સ્કુલ – વાલ્કેશ્વર · કલ્યાણ હાઈ સ્કૂલ – રૈયારોડ · પી.એન.બી. સ્કુલ – રેલનગર · પ્રગતિ સ્કુલ – રેલનગર · ગુરૂભકિતસ્કુલ – મનહરપુર · સહજાનંદ સ્કુલ – માધાપર · એલ.બી.એસ.કે. સ્કુલ – લીમડા ચોક · રોયલસ્કુલ – મહાદેવવાડી · આર્યા સ્કુલ – અલ્કાસોસા. · સરસ્વતી સ્કુલ – ભકિતનગર · વિશ્વામીત્રીસ્કુલ – રઘુવીર૫રા – ૧ · રાઘેકૃષ્ણસ્કુલ – બાબરીયા – ૩ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પોતાના ઘર, શાળા, કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, દર અઠવાડિયે પાણીના પાત્રો ખાલી કરી સાફ કરવા તથા મચ્છરની ઉત્પતિ અટકાવવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. જનસહયોગ દ્વારા જ “મેલેરિયામુક્તરાજકોટ”અને“મેલેરિયામુક્તગુજરાત”નુંસ્વપ્નસાકારથઈશકેછે. “જાગૃત વિદ્યાર્થી – મચ્છરજન્ય રોગો સામેનો સૌથી મજબૂત સિપાહી.” – રાજકોટ મહાનગરપાલિકા, શહેરી મેલેરિયા યોજના (આરોગ્ય અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા

*Dt 25/06/26* *પનીર નું ઉત્પાદન તથા વિતરણ કરતી ત્રણ પેઢી સીલ ની વિગત* 1.Fortune મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ લાતી પ્લોટ શેરી નંબર 4 ,રાજકોટ, -પનીર લુઝ સેમ્પલ -5000 દંડ -પ્રીમાયસિસ સીલ 2. શ્રીરામ ડેરી સોમનાથ 3, શેરી નંબર 1, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ, -મલાઈ સેમ્પલ -પનીર સેમ્પલ -5 000દંડ -500 kg ફૂગ વાળી મલાઈ નાશ -પ્રીમયસીસ સીલ 3. શ્યામ ડેરી પ્રોડક્ટ વિવેકાનંદ નગર શેરી નંબર 9, કોઠારીયા મેઇન રોડ રાજકોટ, -5000 દંડ -પનીર એનેલોગ સેમ્પલ – પ્રીમયસિસ સિલ *કુલ ચાર ફોર્મલ સેમ્પલ તથા *અંદાજિત કિંમત ₹1,75,000 ની સંગ્રહ કરેલ ફૂગ વાળી 500 કિલોગ્રામ મલાઈ (લુઝ)SWM વાહનમા નાશ કરવામાં આવેલ *ઉપરોક્ત વિગતે ત્રણેય પેઢીમાં કુલ મળી ₹15,000/= નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ __________ *સેંટ્રલ ઝોન* રેલવે જંકસન ની સામે ની બાજુ કુલ 16 પેઢીની તપાસ 5 પેઢીમાંથી કુલ 47KG નાશ 1 પેઢી ને હાઈજીકની કન્ડિશન તથા સ્ટોરેજ બાબતે નોટિસ કુલ રૂ.11700/- પેનલ્ટી ________ *વેસ્ટ ઝોન* સાધુ વાસવાણી રોડ કુલ 10 પેઢીની તપાસ 4 -પેઢીમાંથી કુલ 74 KG નાશ 5 પેઢી ને હાઈજીક કન્ડિશન તથા સ્ટોરેજ બાબતે નોટિસ કુલ રૂ. 11000/- પેનલ્ટી ___________ ઈસ્ટ ઝોન ટીમ જામનગર રોડ શેઠનગર ના ગેટ પાસે કુલ 12 પેઢીની તપાસ 3 પેઢીમાંથી કુલ 15 KG નાસ કરેલ

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ:૨૨ અને ૨૩/૦૬/૨૦૨૬ના રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ જેમાં કુલ ૭૨ આસામીઓ પાસેથી રૂ ૫૦,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ. તારીખ: ૨૫-૦૬-૨૦૨૬

આજ રોજ તારીખ 24/06/2026 બુધવાર ના શુભ દિવસે શ્રી મુંજકા પ્રાથમિક શાળા 1 ના આગણે શ્રી મુંજકા પ્રાથમિક શાળા 1 અને શ્રી લક્ષ્મીનારાયણ પ્રાથમિક શાળાનો “કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્ય” યોજાઈ ગયો જેમાં 👤 કાર્યક્રમ અધ્યક્ષશ્રી શ્રી મોહનભાઈ કુંડારિયા – સહકોષાધ્યક્ષશ્રી, પ્રદેશ ભાજપ ગુજરાત 👥 મુખ્ય મહેમાનશ્રીઓ શ્રી દક્ષાબેન વસાણી – ડેપ્યુટી મેયરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા શ્રી કમલેશભાઈ મીરાણી – પ્રભારીશ્રી, ભાવનગર શહેર શ્રી વિક્રમભાઈ પુજારા – ચેરમેનશ્રી, ન.પ્રા.શિ.સમિતિ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ), રાજકોટ શ્રી લલિતભાઈ વાડોલિયા – મહામંત્રીશ્રી, શહેર ભાજપ શ્રી પુષ્કરભાઈ પટેલ – પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, રાજકોટ મહાનગરપાલિકા શ્રી રાજુભાઈ અઘેરા – કોર્પોરેટર શ્રી જયસુખભાઈ કાથરોટીયા – કોર્પોરેટર શ્રી જાનકીબેન કાટોલીયા – કોર્પોરેટર શ્રી અરૂણાબેન પરમાર – મંત્રીશ્રી, શહેર ભાજપ શ્રી માધવીબેન જોગીયા – મહામંત્રીશ્રી, શહેર મહિલા મોરચો શ્રી રસિકભાઈ બદ્રકિયા – પૂર્વ સદસ્યશ્રી, ન.પ્રા.શિ.સમિતિ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ), રાજકોટ 🎖️ અતિથિ વિશેષ કુલદીપસિંહ જાડેજા – પ્રભારી હિરેન શાપરિયા – વોર્ડ પ્રમુખ દેવ ગજેરા – વોર્ડ મહામંત્રી મહાનુભાવોએ હાજરી આપીને બળદેવોને આવકાર્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત એજન્સીના સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ તારીખ:૨૪-૦૬-૨૦૨૬ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એજન્સી મારફતે ફરજ બજાવતા સફાઈ કામદારોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત એજન્સીના સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું છે. એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા કોન્ટ્રાક્ટ આધારીત ફરજ બજાવતા સફાઈ કામદારોને તેમની માસિક વેતનની વિગત દર્શાવતી સેલેરી સ્લીપ આપવામાં આવી હતી. સેલેરી સ્લીપમાં કર્મચારીનું નામ, કામના દિવસો, ચૂકવાયેલ વેતન, તેમજ લાગુ પડતી કપાતોની વિગતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલથી સફાઈ કામદારોને તેમના વેતન અંગે પારદર્શક માહિતી ઉપલબ્ધ થશે તેમજ વેતન ચુકવણી પ્રક્રિયામાં વધુ વિશ્વસનીયતા અને જવાબદારી સુનિશ્ચિત થશે. સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના અધિકારોના સંરક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકા સતત સંવેદનશીલ અભિગમ અપનાવી વિવિધ હિતલક્ષી પગલાં અમલમાં મૂકી રહી છે. (પર્યાવરણ ઇજનેર) રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત એજન્સીના સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ તારીખ:૨૪-૦૬-૨૦૨૬ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એજન્સી મારફતે ફરજ બજાવતા સફાઈ કામદારોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત એજન્સીના સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું છે. એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા કોન્ટ્રાક્ટ આધારીત ફરજ બજાવતા સફાઈ કામદારોને તેમની માસિક વેતનની વિગત દર્શાવતી સેલેરી સ્લીપ આપવામાં આવી હતી. સેલેરી સ્લીપમાં કર્મચારીનું નામ, કામના દિવસો, ચૂકવાયેલ વેતન, તેમજ લાગુ પડતી કપાતોની વિગતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલથી સફાઈ કામદારોને તેમના વેતન અંગે પારદર્શક માહિતી ઉપલબ્ધ થશે તેમજ વેતન ચુકવણી પ્રક્રિયામાં વધુ વિશ્વસનીયતા અને જવાબદારી સુનિશ્ચિત થશે. સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના અધિકારોના સંરક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકા સતત સંવેદનશીલ અભિગમ અપનાવી વિવિધ હિતલક્ષી પગલાં અમલમાં મૂકી રહી છે. (પર્યાવરણ ઇજનેર) રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ પર આવેલ “સોમનાથ બેકરી” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ તથા ઉત્પાદન થતું જોવા મળેલ. ખુલ્લામાં બ્રેડ, બર્ગર તથા અન્ય બેકરી પ્રોડક્ટ, પીઝા બેઇઝ કુલ મળીને અંદાજિત 160 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ પર આવેલ “ધ્વીતી એન્ટરપ્રાઇઝ” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર પેઢીમાં ડેમેજ/રિટર્ન થયેલ/ એક્સપાયરી થયેલ જથ્થા ઉપર યોગ્ય પ્રકારે આઇસોલેશન તથા લેબલિંગ કરેલ ન હોય પેઢીને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.