best news portal development company in india

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ:૨૨ અને ૨૩/૦૬/૨૦૨૬ના રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ જેમાં કુલ ૭૨ આસામીઓ પાસેથી રૂ ૫૦,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ. તારીખ: ૨૫-૦૬-૨૦૨૬

SHARE:

Gujarat Herald 24
Author: Gujarat Herald 24

RAJKOT HERALD NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
વધુ જુઓ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ AMC, AUDA તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂપિયા 405 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું… મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઑક્સિજન પાર્ક તથા 155 એસી ઈલેક્ટ્રિક BRTS-AMTS બસનું લોકાર્પણ કરાયું… માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘એક પેડ માં કે નામ’ આહ્વાન બન્યું જન આંદોલન : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ જાળવણી સાથેના વિકાસના વિઝનને ગુજરાત સાકાર કરી રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી #Mission5MillionTrees

રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ – ૩૬૦ ૦૦૧ અખબારી યાદી તા. 10-07-2026 રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 66 પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ 218 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 26 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ હાઈજેનિક કન્ડિશન તથા પસ્તીના વપરાશ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.42,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ 17 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ જનકલ્યાણ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી,શોપ નં.-4, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ “વિરમણી સ્વીટ્સ & નમકીન” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી, અખાદ્ય, ફૂગ વાળો માવો, એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા/શાકભાજી, પડતર મસાલા, ચારોળીનો પ્રતિબંધિત કલર કેમિકલ્સ, કચોરીનો મસાલો, પડતર ગુલફી, વાસી પ્રિપેર્ડ ફૂડ, પ્રિપેર્ડ સમોસા/કચોરીનો માવો કુલ મળીને અંદાજિત 91 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. બેસ્ટ મયુર ભજીયા, સ્થળ -અજંતા પાર્ક ચંદ્રમૌલેશ્વર મહાદેવ સામે, એક્સપાયરી ડેટ પાણીની 200ml, 1-લિટરની પેકડ 350 બોટલ મળી કુલ 100 લી. તથા બ્રેડનો જથ્થો, 6kg સડેલા શાકભાજીનો નાશ કરી રૂ.500/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ મીઠી ચટણી (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ. ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ: આશા જીલ એપાર્ટમેન્ટ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ: ખુલ્લા ખાદ્ય ચીજો રાખવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.₹₹5,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. વિશાલ સેલ્સ એજન્સી: આશા જીલ એપાર્ટમેન્ટ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ: FIFO મુજબ ખાદ્ય ચીજો રાખવા તથા એક્સપાયરી રિજેક્ટ જથ્થો અલગ રાખવા અંગે વહીવટી ચાર્જ ₹ રૂ.₹₹4,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય બાલાજી ફરસાણ માર્ટ: પરિશ્રમ એપાર્ટમેન્ટ, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ: વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ ₹ રૂ.2,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી દ્વારિકાધીશ ખમણ હાઉસ: અંબાજી કડવા પ્લોટ કોર્નર, સ્વામિનારાયણ ચોક પાસે, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ આપેલ તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ ₹ રૂ.2,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. આશા ફરસાણ: શાંતિ નિકેતન એપાર્ટમેંટ પાસે, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ આપેલ તથા ખુલ્લી ખાદ્યચીજો, પેકિંગ પર ટેગિંગ ન હોય તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે, વહીવટી ચાર્જ રૂ.₹2,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ક્રિષ્ના સેલ્સ એજન્સી: શાંતિ નિકેતન એપાર્ટમેંટ, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ આપેલ તથા લાઇસન્સ ન હોવા અંગે, વહીવટી ચાર્જ રૂ.₹₹2,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી લક્ષ્મી લાઈવ પટ્ટી સમોસા: અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, કલ્પવૃક્ષ એપાર્ટમેંટ, ગરબી ચોક પાસે, નોટિસ આપેલ તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા, લાઇસન્સ ન હોવા અંગે, વહીવટી ચાર્જ ₹ રૂ.₹₹1,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જલિયાણ ફરસાણ એન્ડ નમકીન: ગાયત્રી નગર મેઈન રોડ, જલારામ ચોક, પ્રિન્ટેડ પસ્તી વાપરવા અંગે ₹ રૂ.1000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. આઈ શ્રી ખોડીયાર ફરસાણ સ્વીટ: ગાયત્રી નગર મેઈન રોડ, પ્રિન્ટેડ પસ્તી વાપરવા અંગે રૂ.₹1000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. રાજશક્તિ ગાંઠિયા : ક્રુષ્ણ નગર મેઇન રોડ, ધોળકિયા સ્કૂલ પાસે, નોટિસ આપેલ તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે, વહીવટી ચાર્જ રૂ.500/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. રમેશ સ્વીટ ફરસાણ માર્ટ: કલ્પવૃક્ષ એપાર્ટમેંટ, ગરબી ચોક પાસે, PDM કોલેજ રોડ, નોટિસ આપેલ તથા લાઇસન્સ રિન્યૂ ન હોવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ રૂ.₹1,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મોમાંઇ ફરસાણ માર્ટ: અંબાજી કડવા પ્લોટ 4/એ કોર્નર, PDM કોલેજ રોડ, નોટિસ આપેલ તથા ખુલ્લા ખાદ્ય ચીજો રાખવા, અનહાઈજીનીક વાસણો તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ ₹ રૂ.1,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રીનાથજી સાબુદાણા ફરાળી ખિચડી: મઝદા એપાર્ટમેંટ, સ્વામિનારાયણ ચોક પાસે, PDM કોલેજ રોડ, નોટિસ આપેલ તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ રૂ.₹1,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મનીષ ફરસાણ & સ્વીટ: સોમનાથ હૉલ પાસે, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ આપેલ તથા ખુલ્લી ખાદ્યચીજો, મીઠાઇ પર ટેગિંગ ન હોય તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ રૂ.1,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બાલાજી ભવાની ફરસાણ: આશા જિલ એપાર્ટમેંટ, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ: ખુલ્લી ખાદ્યચીજો, વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.1,000/- વહીવટી ચાર્જ ₹વસૂલ કરેલ. બાલાજી અમુલ પાર્લર : પરિશ્રમ એપાર્ટમેન્ટ, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ: FIFO મુજબ ખાદ્ય ચીજો રાખવા તેમજ લાઇસન્સ ડિસ્પ્લે રાખેલ નથી જે અંગે રૂ.₹500/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મહાલક્ષ્મી સ્વીટ એન્ડ નમકીન: શ્યામલ વર્ટિક્સ, ધારેશ્વર ડેરી પાસે. સાધુ વાસવાણી રોડ- વહીવટી ચાર્જ – રૂ.500/- તથા 3kg એક્સપાયરી ડેટ વિતેલ બેકરી પ્રોડક્ટ નાશ. કૈલાશ ફરસાણ: મોલેશ્વર મહાદેવ મંદિર સામે, અજંતા પાર્ક, સાધુ વાસવાણી રોડ- વહીવટી ચાર્જ- રૂ.500/- તથા 3kg પસ્તી પસ્તીનો નાશ. બાલાજી ફરસાણ: ગોલ્ડન સુપર માર્કેટ સામે, રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી 4kg પસ્તીનો નાશ કરેલ. જય અંબે દાળપકવાન: કોઠારીયા રોડ, માલધારી ફાટક પાસે આવેલ પેઢી માંથી 3kg બાફેલા બટેટા નો નાસ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપેલ. અનિલ સમોસા: ભૂતખાના ચોક, ઢેબર રોડ પાસે આવેલ પેઢી માંથી પ્રિન્ટેડ પસ્તી વાપરવા અંગે ₹ રૂ.500/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. રમેશ સ્વીટ એન્ડ ફરસાણ: વિજય પ્લોટ 12 મેઈન રોડ પર આવેલ પેઢી માંથી પ્રિન્ટેડ પસ્તી વાપરવા અંગે રૂ.₹500/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રીનાથજી પાણીપુરી ગોંડલ રોડ: ચોકડી પાસે આવેલ પેઢી માંથી 2 kg વાસી કાપેલી ડુંગળીનો નાશ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપેલ. જયરાજ દાબેલી: કોઠારીયા રોડ, માલધારી ફાટક પાસે આવેલ પેઢી માંથી3 kg બાફેલા બટેટા નો માવો તથા 1kg વાસી ચટણી નાસ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપેલ. રામેશ્વર ફરસાણ: કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક, PDM કોલેજ રોડ, ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા: કૃષ્ણનગર મેઇન રોડ, ગુરુપ્રસાદ ચોક પાસે, જલારામ નાઇલોન ખમણ: કૃષ્ણનગર મેઇન રોડ, ગુરુપ્રસાદ ચોક પાસે, ઇટાલિયન બેકરી: કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક PDM કોલેજ રોડ, શ્રીરાજ ડેરીફાર્મ: કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે, સોમનાથ હૉલ સામે તિરુપતિ દાળપકવાન: કલ્પવૃક્ષ એપાર્ટમેંટ, ગરબીચોક પાસે,, pdm કોલેજ રોડપટેલ ફરસાણ: અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે, pdm કોલેજ રોડ, કૌશિક કાકાના ગાંઠીયા. સાધુ વાસવાણી રોડ, રાધિકા ડેરી ફાર્મ: પોપટ પરા શેરી નં.13/5 ગણેશ અમૂલ પાર્લર, સાધુ વાસવાણી રોડ, શાકમાર્કેટ પાસે જય સીયારામ ફરસાણ: અજંતા પાર્ક, વિનાયક કમ્પાઉન્ડ, સાધુ વાસવાણી રોડ, શ્રીનાથજી ફરસાણ માર્ગ: સાધુ વાસવાણી રોડ, શાકમાર્કેટ સામે, શિવ અમૂલ પાર્લર: અજંતા પાર્ક, ચંદ્ર મૌલેશ્વર મંદિર પાસે, જય દ્વારકાધીશ ડેરી ફાર્મ એન્ડ કેક શોપ: સોલવન્ટ મેઈન રોડ, કોઠારીયા, રાધે ડેરી ફાર્મ: ડાયમંડ પાર્ટી પ્લોટ, 80ft રોડ, કોઠારીયા, ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ: સાધુ વાસવાણી રોડ, બજરંગ ડેરી પ્રોડક્ટ: કલ્પતરુ સોસાયટી, રાધા મીરા મેઇન રોડ, મોરબી રોડ, ભેરુનાથ નમકીન: અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે, pdm કોલેજ રોડ, સાધના ભેળ: ગોંડલ રોડ, ધારેશ્વર ફરસાણ: ભક્તિનગર સર્કલ, 80 ફુટ રોડ, જોકર ગાંઠિયા: કેનાલ રોડ, અક્ષર ગાંઠિયા: ગાયત્રી નગર મેઇન રોડ, ઉમિયા ફરસાણ: ગાયત્રી નગર મેઇન રોડ પેઢીની સ્થળ તપાસ કરેલ. મિલ્ક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગ લેવામાં આવેલ દૂધના નમૂના કૈલાશ ફરસાણ માર્ટ, સ્થળ -સરદાર નાગર મેઈન રોડ, ફોર પ્લસ કોમ્પ્લેક્સ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ તેમજ રૂ.1000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી નોટિસ આપવામાં આવેલ. મધુરમ ડેરી ફાર્મ, સ્થળ -યોગેશ્વર પાર્ક મેઇન રોડ, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ. જય દ્વારકાધીશ ડેરી ફાર્મ, સ્થળ – યોગીનગર રોડ સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી ગાયનું દૂધ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ. શ્રી વૃંદાવન ડેરી ફાર્મ, સ્થળ -આકાશવાણી ક્વાર્ટર, ન્યુ પરિમલ સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામેથી ભેંસનું દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ. ગંગોત્રી ડેરી ફાર્મ, સ્થળ -શુભમ પાર્ક, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ. શ્રી બંસીધર ડેરી ફાર્મ, સ્થળ -ડાયમંડ એપાર્ટમેન્ટ સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી ભેંસનું દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ. શ્રી રાધે ડેરી ફાર્મ, સ્થળ -ગમારા પેટ્રોલ પંપ સામે, રૈયા રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ. મોમાઈ ડેરી ફાર્મ, સ્થળ -કોઠારીયા સોલવન્ટ, ગોંડલ રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ. દ્વારિકાધીશ ડેરી ફાર્મ, સ્થળ -કોઠારીયા સોલવન્ટ, ગોંડલ રોડ, રાજકોટ મુકામેથી ગાયનું દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ. વિશાલ ડેરી ફાર્મ, સ્થળ -મંગળા મેઈન રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ. વૃંદાવન ડેરી ફાર્મ, સ્થળ -મિલપરા મેઇન રોડ, પૂજરા પ્લોટ કોર્નર, રાજકોટ મુકામેથી મીકસ દૂધ (લુઝ) નો નમુનો લેવામાં આવેલ. રીયલ ડેરી ફાર્મ, સ્થળ -ડાયમંડ પાર્ટી પ્લોટ, 80ft રોડ, કોઠારીયા, રાજકોટ મુકામેથી ગાયનું દૂધ (લૂઝ) અને ભેંસનું દૂધ (લુઝ) ના નમૂના લેવામાં આવેલ. ધારેશ્વર ડેરી ફાર્મ, સ્થળ -શ્યામલ વર્ટીક્સ, સાધુ વાસવાણી રોડ ના છેડે, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. શ્રીરાજ ડેરી ફાર્મ, સ્થળ -કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે, રાજકોટ મુકામેથી મીકસ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ. વૃંદાવન ડેરી ફાર્મ, સ્થળ -ડાયમંડ પાર્ટી પ્લોટ, 80ft રોડ, કોઠારીયા, રાજકોટ મુકામેથી ભેંસ નું દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ. ગોપાલ ડેરી ફાર્મ, સ્થળ -રામનગર માર્કેટ પાસે, મવડી મેઇન રોડ, નોટિસ આપેલ તેમજ લાઇસન્સ મેળવેલ નથી જે અંગે રૂ.1000/- વહીવટી ચાર્જ વસૂલ કરી મિક્સ દૂધ(લૂઝ)નો નમૂનો લેવામાં આવેલ. ડેઝીગ્નેટેડ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા

બ્રેકીંગ ન્યુઝ :- ગીર સોમનાથ ઉના પંથકનો શમઁનાક કિસ્સો આવ્યો સામે … ઉના ના ખાપટ ગામ ની પ્રાથમિક સ્કૂલ નો શિક્ષક બાળકો પાસે મંગાવતો હતો દારૂ….. જેના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે… જે પ્રિન્સીપાલ જોઈ જતા કરી લેખિત માં ફરિયાદ….. શિક્ષણ જગત ને શર્મશાર કરતો બનાવ આવ્યો સામે…. આ પહેલા પણ આ હરેશ ગોસ્વામી નામ નો શિક્ષક નશા માં આવેલ સ્કૂલે…. જ્યાં બાળકો વિદ્યા માટે આવે ત્યાં આ દારૂબાજ શિક્ષક બાળકો ના ભાવિ સાથે ચેડા કરતો જોવા મળ્યો…..

રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા:૨૯/૦૬/૨૦૨૬ થી તા:૦૩/૦૭/૨૦૨૬ દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ જેમાં કુલ ૧૪૮ આસામીઓ પાસેથી રૂ ૭૯,૬૬૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ તારીખ: ૦૪-૦૭-૨૦૨૬ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને “પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ” બનાવવા માટે તથા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને સંગ્રહ સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તારીખ ૨૯/૦૬/૨૦૨૬ થી ૦૩/૦૭/૨૦૨૬ ના રોજ ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ તથા વેચાણ અને ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૯/૦૬/૨૦૨૬ થી ૦૩/૦૭/૨૦૨૬ ના રોજ ત્રણેય ઝોનમાંથી ૧૨.૩ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ ૧૪૮ આસામીઓ પાસેથી રૂ ૭૯,૬૬૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પે ્ કટર/ સેનેટરી સબ ઇન્પે જપ્કટર દ્રારા કરવામાં આવેલ. નાગરિકો અને વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો. શાકભાજી કે અન્ય ખરીદી માટે કાપડની થેલીઓનો (Cloth Bags) જ આગ્રહ રાખવો. ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી અને જપ્તીની કામગીરી ચાલુ રહેશે. પર્યાવરણ ઇજનેર રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- રાજકોટ મહાનગરપાલિકાને મિલ્કતવેરા અને પાણી વેરાની વસુલાતમાં મળ્યો ઉત્સાહજનક પ્રતિસાદ તા.૩૦ જૂન, ૨૦૨૬ સુધી રૂ.૨૪૫.૪૫ કરોડની આવક: કુલ-૩.૪૪ લાખથી વધુ કરદાતાઓએ સમયસર વેરો ભરી યોજનાનો લાભ મેળવ્યો રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. નેહલ શુકલ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં આપેલ માહિતી તારીખ:૦૩-૦૭-૨૦૨૬ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલ્કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તા. ૦૭-૦૪-૨૦૨૬થી શરૂ કરવામાં આવી હતી. શહેરના કરદાતાઓએ સમયસર વેરાની ભરપાઈ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કરદાતાઓના સકારાત્મક સહકારને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં વસુલાતને ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. તા. ૩૦-૦૬-૨૦૨૬ સુધીમાં કુલ ૩,૪૪,૨૫૫ કરદાતાઓ દ્વારા અંદાજે રૂ. ૨૪૫.૪૫ કરોડની માતબર વેરા વસુલાત નોંધાઈ છે. આ વસુલાતમાં ડિજિટલ સેવાઓનો વ્યાપક સ્વીકાર પણ નોંધાયો છે. કુલ વસુલાત પૈકી ૨,૬૯,૧૨૦ કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી રૂ. ૧૭૭.૬૦ કરોડની વેરા ભરપાઈ કરી છે. જ્યારે ૭૫,૧૩૫ કરદાતાઓએ ચેક તથા રોકડ મારફતે રૂ. ૭૫.૩૫ કરોડની ભરપાઈ કરી છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજકોટના નાગરિકો ઓનલાઈન સેવાઓનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે અને ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને આપવામાં આવતી ડિસ્કાઉન્ટ યોજનાનો પણ નોંધપાત્ર લાભ મળ્યો છે. તા. ૩૦-૦૬-૨૦૨૬ સુધીમાં કુલ રૂ. ૨૭.૧૨ કરોડ જેટલી ડિસ્કાઉન્ટની રકમ કરદાતાઓને આપવામાં આવી છે. આ યોજના દ્વારા સમયસર વેરો ભરવા માટે નાગરિકોને પ્રોત્સાહન મળ્યું છે તેમજ મહાનગરપાલિકાને પણ વર્ષના પ્રારંભિક તબક્કામાં જ નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન વેરા ભરપાઈ, વિવિધ નાગરિક સુવિધા કેન્દ્રો, બેન્કિંગ વ્યવસ્થા સહિત સરળ અને પારદર્શક વસુલાત વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે શહેરના નાગરિકોએ સરળતાથી વેરાની ભરપાઈ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. નેહલ શુકલ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં શહેરના તમામ કરદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. (જન સંપર્ક અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા