June 24, 2026

આજ રોજ તારીખ 24/06/2026 બુધવાર ના શુભ દિવસે શ્રી મુંજકા પ્રાથમિક શાળા 1 ના આગણે શ્રી મુંજકા પ્રાથમિક શાળા 1 અને શ્રી લક્ષ્મીનારાયણ પ્રાથમિક શાળાનો “કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્ય” યોજાઈ ગયો જેમાં 👤 કાર્યક્રમ અધ્યક્ષશ્રી શ્રી મોહનભાઈ કુંડારિયા – સહકોષાધ્યક્ષશ્રી, પ્રદેશ ભાજપ ગુજરાત 👥 મુખ્ય મહેમાનશ્રીઓ શ્રી દક્ષાબેન વસાણી – ડેપ્યુટી મેયરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા શ્રી કમલેશભાઈ મીરાણી – પ્રભારીશ્રી, ભાવનગર શહેર શ્રી વિક્રમભાઈ પુજારા – ચેરમેનશ્રી, ન.પ્રા.શિ.સમિતિ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ), રાજકોટ શ્રી લલિતભાઈ વાડોલિયા – મહામંત્રીશ્રી, શહેર ભાજપ શ્રી પુષ્કરભાઈ પટેલ – પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, રાજકોટ મહાનગરપાલિકા શ્રી રાજુભાઈ અઘેરા – કોર્પોરેટર શ્રી જયસુખભાઈ કાથરોટીયા – કોર્પોરેટર શ્રી જાનકીબેન કાટોલીયા – કોર્પોરેટર શ્રી અરૂણાબેન પરમાર – મંત્રીશ્રી, શહેર ભાજપ શ્રી માધવીબેન જોગીયા – મહામંત્રીશ્રી, શહેર મહિલા મોરચો શ્રી રસિકભાઈ બદ્રકિયા – પૂર્વ સદસ્યશ્રી, ન.પ્રા.શિ.સમિતિ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ), રાજકોટ 🎖️ અતિથિ વિશેષ કુલદીપસિંહ જાડેજા – પ્રભારી હિરેન શાપરિયા – વોર્ડ પ્રમુખ દેવ ગજેરા – વોર્ડ મહામંત્રી મહાનુભાવોએ હાજરી આપીને બળદેવોને આવકાર્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત એજન્સીના સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ તારીખ:૨૪-૦૬-૨૦૨૬ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એજન્સી મારફતે ફરજ બજાવતા સફાઈ કામદારોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત એજન્સીના સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું છે. એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા કોન્ટ્રાક્ટ આધારીત ફરજ બજાવતા સફાઈ કામદારોને તેમની માસિક વેતનની વિગત દર્શાવતી સેલેરી સ્લીપ આપવામાં આવી હતી. સેલેરી સ્લીપમાં કર્મચારીનું નામ, કામના દિવસો, ચૂકવાયેલ વેતન, તેમજ લાગુ પડતી કપાતોની વિગતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલથી સફાઈ કામદારોને તેમના વેતન અંગે પારદર્શક માહિતી ઉપલબ્ધ થશે તેમજ વેતન ચુકવણી પ્રક્રિયામાં વધુ વિશ્વસનીયતા અને જવાબદારી સુનિશ્ચિત થશે. સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના અધિકારોના સંરક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકા સતત સંવેદનશીલ અભિગમ અપનાવી વિવિધ હિતલક્ષી પગલાં અમલમાં મૂકી રહી છે. (પર્યાવરણ ઇજનેર) રાજકોટ મહાનગરપાલિકા